પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
પપ્પાએ ખૂણામાં પડેલી તમારી સાયકલ મને ખૂબ યાદ આવે છે.
નાના હતા ત્યારે એ સાયકલ ઉપર વારાફરતી વારો એમ બેસવા ઝઘડો કરતા,
એ ઝઘડા કરવામાં પણ ખૂબ આનંદ હતો,
એ અમારા નિર્દોષ ઝઘડા મને ખૂબ યાદ આવે છે.
પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
નાના હતા ત્યારે એ સાયકલ ને જોઈને પણ બહુ ખુશી મળતી,
જે ખુશી આજ એ ચાર પૈડાવાળી ગાડીમાં બેસીને પણ નથી મળતી.
પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
નાનપણમાં ભાઈ-બહેનને સાથે રાખવા સાયકલમાં નાંખેલી આગળની એ સીટ મને ખૂબ યાદ આવે છે.
પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
તમારી 1500 રૂપિયાની સાયકલ અમને દુનિયાની હરેક ખુશી આપતી,
કારણ કે ત્યારે આપણે બધા જ જોડે હતા,
બધી જ પરિસ્થિતિનો સામનો આપણે સાથે મળીને કરતા.
પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
નાના હતા ત્યારે અમારા નાના પગ સાયકલ ઉપર બેસવા પહોંચતા નહીં,
ત્યારે પપ્પા તમે અમને તેડી ને સાયકલ ઉપર બેસાડતા.
સાયકલ ની ઊંચાઈ ની જેમ અમારા જીવનની હરેક ઊંચાઈ સુધી અમને પહોંચાડવા તમે અમને હંમેશા સહારો આપ્યો.
પપ્પા તમારી એ સાયકલ મને ખૂબ યાદ આવે છે,
કાશ એ સાયકલ ઉપર બેસવાના દિવસો ફરી આવે,
એ સમયને ત્યાં જ રોકી દેવાનું રીમોટ કોઈ શોધી આપે.
-નૂપુર છાયા ઓઝા
(Date:22/09/2019)
If you like,Please share it.