DEDYY I WANT ICE CREM....!!!! આ અવાજ સાંભળતા જ લુઝીના મન અનેક વર્ષો પહેલાની એ કડવી વાસ્તવિકતા વાગોળવા લાગ્યું કે જેને સાંભળતા જ મારુ મન પણ કંપી ઉઠ્યું....
લિઝા અમેરીકા માં રહેતી સાદી સીધી છોકરી હતી, માતા લિલી અને પિતા સ્ટીવ માતા લિઝા ના જન્મ પછી તરત જ ભગવાન ને પ્યારી થઇ ગઈ હતી હવે લિઝાની જવાબદારી એના પિતા સ્ટીવ ઉપર હતી.
લિઝાની ધીમે ધીમે 7 વર્ષની થઈ, તેના પિતા ધીમે ધીમે ખૂબ અલગ જ વર્તન કરવા લાગ્યા, રોજ રાત થયે એના રૂમ માં જઇ ને દીકરી લિઝા ને બીભત્સ અને શરમજનક ચિત્રો અને વીડિઓ બતાવા લાગ્યા, લિઝા સાથે ધીમે ધીમે શારીરિક છૂટછાટ લેવા લાગ્યા અને લિઝાને સમજાવતા રહ્યા કે એવું વર્તન દરેક પિતા એની દીકરી સાથે કરે છે, એ ખૂબ જ નોર્મલ છે,એવું કરવામાં કોઈ સંકોચ કે શરમ અનુભવવાની કાઈ જ જરૂર નથી, એક દિવસ તને મારા ઉપર જરૂર ગર્વ મહેસુસ થશે, અને તને વધુ આંનદ આપશે. લિઝા ડરવા લાગી, રોજ રાત ના બારણું ખખડે અને એનું મન કામકમી ઉઠતું, લિઝા સમજી પણ નહોતી શકતી કે એના પિતા એના સાથે શુ કરી રહ્યા છે શુકામ કરી રહ્યા છે.
8 વર્ષની બાળકીને શુ ખબર કે એના સાથે શુ થઈ રહ્યું છે, જે આયુ માં એક પિતા એની દીકરીઓને પરીઓની વાર્તા કરી એક નાનકડી પરી માનીને એમને પ્રેમ કરે એ સમયે મારા પિતાએ મને એમનું સાધન સમજી શોષણ કર્યું, દરેક રાત મારા માટે એક નર્ક સમાન બની જતી ક્યારેક માનસીક તો ક્યારેક મારી ને એમની ઈચ્છા પુરી કરતા, મારા પિતાનું મારા પ્રત્યે નું વર્તન માત્ર અસામાન્ય જ નહીં પરંતુ પિતા અને દિકરીના સબંધને ની મર્યાદા ને તોડી એના અસ્તિવત્વ ને તોડી એવા ખૂણા માં ધકેલ્યું હતુંકે જ્યાં પ્રકાશની એક કિરણ પણ જઈ શકે એમ નહતી.
લિઝાના પિતા એ લિઝા સાથે 8 થી 18 એટલે કે 10 વર્ષ સુધી સતત બળાત્કાર કર્યો, એના બાણપણ ને પીખી નાખ્યું, એની કૂણી લાગણી ની અવહેલના કરી, પોતાની હવસ ને સંતોષવા પોતાની જ બાળકી ઉપર 10 વર્ષ કુકૃત્ય કરી લિઝા નું જીવન જીવતા લાશ બનાવી દીધું, લિઝા ને 3 સંતાનો ની માં બનાવી અને આજ લિઝા આ સમય ને યાદ કરી ને પણ પોતાની જાત ને ધિક્કારે છે પોતાની આત્મા સતત ડંખ્યાં કરે છે અને ફરિયાદ કરે છે કે જો પિતા આવા જ હોય તો પિતા ન હોત એ વધુ સારું છે. લિઝા એ એવું કૃત્ય બધા સાથે ન થાય એ માટે એક પુસ્તક લખી અને બધા સુધી પોતાની વાત પોહચાળી લિઝા એ પુસ્તક લખવા માં પણ ડરતી હતી, આખરે હિંમત કરી અને પુસ્તક લખી એના નારાધમ બાપ ને સજા અપાવી જેલમાં ઉંમર કેદ કરાવ્યો.
લિઝા નું મન અને આત્મા પોતાની જાત ને કોસી ને એક જ ફરિયાદ કરે છે કે હવે મારુ સર્વસ્વ લૂંટાઈ ગયું.
-ક્રિષ્ના પટેલ