સંગાથ તો સાંભરે છે તારો પણ,
મન નો ભાર કોને કહું..
તું જ તો મને "સાંભળતી" હતી,
હવે જઈ ને કોને કહું..
સ્વજન તો બહુ મળ્યા છે જીવન માં,
પણ ખરો "ઉર સંગાથી" કોને કહું..
ઠોઠ નિશાળિયો જ છું સબંધો ના ગણિત માં,
પણ આ ગણિત માં "પારંગત" પણ કોને કહું...
શ્વાસ સાથે તું અનુભવાય છે,
પણ ઉચ્છવાસે નીકળતી વેદના કોને કહું...
~અદ્વૈત