તમારી યાદનું પુસ્તક નહી પણ,
એ પુસ્તકમાં રહેલું પીછું માંગુ છું,
તમારી મિત્રતા નાં ફૂલો નહી પણ,
એ ફૂલની એક પાંદડી માગું છું,
તમારા ગાઢ વિશ્વાસ નો વરસાદ નહિ પણ,
એ વરસાદનું ફક્ત એક બુંદ માગું છું,
મારે નથી જોઈતી કોઈ અવનવી સૌગતો, બસ,
હું તો સો ડગલાં નો તમારો સાથ માંગું છું…