આજ ની નારી
આમ તો જમાનો બદલાય ગયો છે એવું લોકો કહે છે
નારી આજે આઝાદ છે એવું લોકો કહે છે
સમાજ માં નારી નું સ્થાન છે એવું લોકો કહે છે પણ...
તોય આજ ની નારી જરાક પોતાની રીતે જીવી લે તો એજ સમાજ એની વાતો શા માટે કરેછે?
ઘર માં પોતાની મરજી નું શાક પણ બનાવી લીધું હોય તો તોફાન આવી જાય છે શું a નારી આઝાદ કહેવાય ?
સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરતો સમાજ સ્ત્રી જો જરા ઊંચા અવાજે બોલી હોય તો એજ સમાજ એને માથાભારે ગણાવી દે છે અને તોય આપણે કહીએ છીએ કે આજ ની નારી આઝાદ છે?