આર્થિક સમસ્યાને દૂર કરવા શુક્રવારે કરો આ કામ
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની આરાધનાનો છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત પણ કરવામાં આવે છે. હિંદૂ ધર્મમાં માતા લક્ષ્મી ધનની દેવી છે અને તેની આરાધના માટેનો દિવસ શુક્રવાર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યની આર્થિક સ્થિતિ પાછળ તેમના પૂર્વ જન્મના કર્મ અને વર્તમાન સ્થિતિ પાછળ તેની કુંડળીના નક્ષત્રો અને દશા જવાબદાર હોય છે. તો ચાલો જાણીએ કે આર્થિક સ્થિતિને સુધારવા માટે શુક્રવારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
ફ્રીમાં ન લેવી કોઈ વસ્તુ
ઘણીવાર ઘરમાં કોઈ વસ્તુ પૂરી થઈ જાય તો લોકો પાડોસી પાસેથી લેતા હોય છે. પરંતુ આ કામ શુક્રવારે કરવું જોઈએ નહીં. આમ કરવાથી આર્થિક સ્થિતી ખરાબ થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર ફ્રીમાં લીધેલી વસ્તુઓથી કરજ વધે છે.
શુક્રવારે કરવું આ કામ
હિંદૂ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. શાસ્ત્રો અનુસાર રસોઈમાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. આ કામ કરવાથી દરિદ્રતા દૂર થાય છે.
ગરીબોને દાન
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગરીબોની સેવા કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર પોતાના સામર્થ્ય અનુસાર ગરીબોને જે આપીએ તે ચાલો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. શુક્રવારે ગરીબોને ભોજન કરાવવું પણ ખાસ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
માતા લક્ષ્મીની કરો પૂજા
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીનું વ્રત જરૂરથી કરો. લાલ વસ્ત્ર પહેરી અને તેમની ઉપાસના કરવો. માતા લક્ષ્મીને આ દિવસે ખીરનો ભોગ ધરાવવો. તેનાથી આર્થિક સમસ્યાઓનો અંત માતા કરશે. આ દિવસે માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી.
સંધ્યા સમયે દીપક પ્રજ્વલિત કરો
શુક્રવારે સંધ્યાસમયે ગાયના ઘીનો દીવો પૂજાસ્થળમાં કરવો. ઘીમાં કેસરના થોડા તાંતણા ઉમેરી દેવા. આ દિવસે દીવાની વાટ રૂથી નહીં પરંતુ નાળાછડીથી બનાવવી. આમ કરવાથી માતા લક્ષ્મીનો વાસ સદા તમારા ઘરમાં રહેશે.