સુખી પળો ને પણ વ્યથા નહિ થતી હોય એ ડર ની
કે આ સુખી સમય જતો રહેશે...!!
એ સંધ્યા ને પણ ચિંતા નહીં થતી હોય કે હમણાં
ઓલવાઈ ને અંધારા માં ફેરવાઈ જઈશ..!!
એ ઘનઘોર વાદળો ને પણ દુઃખ થતું હશે ને કે હમણાં વરસી જઈને ખાલી થઈ જવાશે..!!
એ હરિયાળી ધરા ને પણ આભાસ થઈ જતો હશે ને
કે ક્યારેક સુકાઈ જઈશ..!!
એ વસંત બની ખીલી ઋતુ ને પણ ધ્રાસકો પડતો હશે ને
કે હમણાં આ સમય જતાં પાનખર બની ખરી પડીશ..!
એ વહેતા નદીઓ ના નીર ને પણ ડર લાગતો હશે ને કે
વખત જતા સુકાઈ જઈશું..!!
Throwback
તો મનુષ્ય ને કેમ નથી ડર લાગતો..!??!!
કે આમનેઆમ હું સ્વાર્થી દયાહીન બની જઈશ તો જન્નત સમી ઇશ્વર ની આ દુનિયા જહ્હનુમ બની જશે..!?
-Hina modha.