Gujarati Quote in Microfiction by Kaushik Dave

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિસ્મૃતિ ?"... " વિસ્મૃતિ "...... માઈક્રો ફિક્શન વાર્તા.... " બેટા જગદીશ, તું ઓફિસ જાય છે?" " હા બાપુજી ".. સીત્તેર વર્ષ ના વૃદ્ધ જગન્નાથ ખાંસી ખાતા ખાતા પોતાના પુત્ર જગદીશ ને કહે છે. " બેટા,બાજુ ના ઓરડા માં તારી બા સુતા સુતા કણસે છે.તેના માટે પાણી મુકી ને જજે.અને તારી બા નાં આશિર્વાદ લેતો જજે.". " હા બાપુજી" એમ બોલી ને પુત્ર જગદીશ બાજુ ના ઓરડા માં ગયો.ઓરડા માં આવેલ મંદિર માં ભગવાન ના દર્શન કરી ને પોતાની " બા " ના ફોટા ને ફુલ ચઢાવી ને પગે લાગ્યો.અને મનોમન " જય શ્રી સ્વામિનારાયણ " બોલી ને બાપુજી પાસે આવ્યો. " બેટા તારી બા નાં આશિર્વાદ લીધા? આ તારી બા આખી રાત ખાંસી ખાય છે.અને મારી ઉંઘ બગડે છે.જો બેટા ખાંસી ની દવા ખલાસ થઈ ગયી છે તો લેતો આવજે." ખાંસી ખાતા ખાતા જગન્નાથ બોલ્યા. " હા બાપુજી , ચોક્કસ ખાંસી ની દવા સાંજે લેતો આવીશ.જય શ્રી સ્વામિનારાયણ " એમ બોલી ને જગદીશ પોતાના બાપુજી ને પગે લાગી ને દરરોજ ની જેમ ઓફિસ જવા નિકળ્યો..........@ કૌશિક દવે....

Gujarati Microfiction by Kaushik Dave : 111248456
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now