તમે કોણ છો ? ભગવાન કે ભગવાન ના દોસ્ત ? ?
````````````` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` `
શહેરના સુપર માર્કેટ ની તદ્દન બાજુમાં જુના પુરાના મકાનો પાસે એક પાંચેક વર્ષ નું બાળક ફાટેલા જૂતા સાથે બોલ રમી રહ્યું હતું.
લોકો એના ફાટેલા જૂતા જોઈ દુઃખી થતા, એવામાં એક સજ્જને બજાર માંથી નવા જૂતા લાવી બાળક ને આપતા કહ્યું, બેટા આ બુટ તારા માટે છે, પહેરી લે, બાળક ખુશ થઈ ગયું એને તરત નવા બુટ પહેરી લીધા.
બાળક ના ચહેરા ઉપર ખુશી નો પાર ન હતો.
બાળક એ સજ્જન પાસે આવે છે, અને પગે લાગી પૂછે છે, તમે ભગવાન છો ?
ત્યારે એ સજ્જને ઘભરાઈ ને હાથ છોડાવી બંને કાન પકડી કહ્યું, ના બેટા ના હું ભગવાન નથી.
બાળકે હસી ને કહ્યું તો ચોક્કસ ભગવાન ના દોસ્ત હશો.
કેમ કે મેં ગઈ કાલે જ ભગવાન ને કહ્યું હતું કે મને નવા બુટ લાવી આપો.
એ સજ્જન મન માં જ હસી પડ્યા, તેઓ જાણી ચુક્યા હતા કે ભગવાન ના દોસ્ત બનવું મુશ્કેલ કામ નથી...
છતાં આપણે...?????
?️®athod
?? જય માતાજી ??