ઘર તો ખાલી લાગે, પણ........
ઘર તો ખાલી લાગે, પણ, બાળકો ની પ્રગતિ સારી લાગે,
બાળકો યુવાન થાય પછી ઘેર જ રાખવા ગમે, પણ, જો ના જાય ઘર ની બહાર તો,
કૃષ્ણ ( બાળકો ) ને કેમ ખબર પડે? કોણ કંસ ને કોણ સુદામા ?
ગોકુળ છોડીએ તો જ સોનાની દ્વારકા ના ધીશ બનાય,
બાળકો ને પગભર બનાવવા હોય તો, ઘર નો ઉંબરો તો ઓળંગાવો જ પડે,
લાગણી ઓ તો બંને તરફ હોય , પણ તેને વશ માં રાખવી જ પડે,
દુનિયા ની ગતાગમ માટે,જાત ને તકલીફ આપવી જ પડે,
ઘર ની રોટલી ને મસાલા ચા ત્યારે જ કિંમતી લાગે જ્યારે તે જાતે બનાવવી પડે,
ઘર તો ખાલી લાગે, પણ વંશ ને જ્યારે જ્ઞાન સમૃદ્ધ કરી આગળ વધારીએ ત્યારે જ સાચું પિતૃ તર્પણ કર્યું લાગે,
બાકી, ઘર તો ખાલી લાગે, પણ તેઓ પગભર હોય તો બહુ સારું લાગે.
એટલે જ કહું છું ઘર ઝુરાપો એ તરફ ને ખાલી ઘર આ તરફ એ તો લાગે હવે !