માનવ તું માની જા
માનવ તારો એ સમય પણ આવશે કે ,
તું વાટ જોઈશ પણ મૃત્યુના આવશે ,
આજે દાંત છે છતાં ભાવતું નથી તને ,
કાલ એવી આવશે કે ખાવું હસે પણ ખવાશે નહી,
આજે માન છે છતાં અભિમાન તને,
કાલ એવી આવશે કે એ માન કોઈ ના આપશે ,
સમજાય તને તો સમજી જા આ ચેતવણી છે,
કાલ ક્યારે નથી આવતી તું આજમાં જીવતા શીખીજા,
તું હવે સમજી જા એ લાખ ક્યારે ન આવશે,
આવશે ફક્ત રાખ એ પણ પાણી ઝુંટવશે તારી પાસે ,
હિના પટેલ