Gujarati Quote in Blog by Patoliya Chintan

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Title :શું ખરેખર સોશિયલ મીડિયા એ એક પ્રકારનું દૂષણ છે?

હું સૌ પ્રથમ આનો જવાબ હા, એટલે કે સોશિયલ મીડિયા એ એક પ્રકારનું દૂષણ છે લોકો એવું માનતા હોય છેકે સોશિયલ મીડિયાના ઉપયોગથી મગજ પર ગંભીર અસર થાય છે. તો હું આ બાબતને થોડાક અંશે સાબિત કરવાનો પ્રયત્ન કરીશ.
એક પ્રસંગ દ્વારા હું તમને જણાવું જે સત્ય ઘટના પર આધારિત છે.
ગીરમાં એક ગામ છે જેનું નામ જાહેર માં ન કહી શકું તે ગામ માં રાજ કરીને એક મિત્ર રહે છે. આમ તો હું સુરતનો રહેવાસી છું અને કયારેય પણ ત્યાં ગયો પણ નથી એટલે કે અમે ફેસબુકના આધારે મળ્યા.અમારી મિત્રતા સ્વયંભૂ રીતે આપણે કઈ રીતે જાગરૂકતા લાવી જોઈએ?આ બાબતે લાંબી ચર્ચાઓ થયા પછી અમારા વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા.
થોડાક સમય પછી મારે વેકેશન ખુલી જતાં મેં સોશિયલ મીડિયાનો વપરાશ ઓછો કર્યો. જ્યારે રાજ દિવસ ના 7-8 કલાક ફેસબુકમાં અેડ બનાવવાનું કામ કરતો.આનાથી તે મહિનામાં સારી એવી કમાણી કરી લેતો. પણ આ કામની સાથે તેને એક નવી લત લાગી હતી.આ લત ઘણાને ફેસબુક કે વોટસએપ માં એડમીન બનવાની. આ કોઈ લત ન કહી શકાય પણ તે કોઈ ને પણ સોશિયલ મીડિયામાં અંગત કે જાહેર માં હેરાન કરતો અને પહેલા તે આ બાબતથી આનંદ કરતો , બે મહિના પછી આનંદ આદત માં ફેરવાયો અને છ મહિનાપછી આદત મજબુરી માં ફેરવાઈ ગઈ કે જો તે કોઇને પણ હેરાન ના કરે તો માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગ્યો અને એક વર્ષના અંતે એક ગંભીર માનસિક બિમારી નો ભોગ બન્યો. હવે તમે જ વિચાર કરો કે શું ખરેખર સોશિયલ મીડિયામાં વધારે પડતી વ્યસ્તતા આ બિમારી આવી હશે? આગળ નું પરિણામ શું આવશે? આ કઇ રીતે આમાં સંકળાયેલો હશે? આ બધા જ સવાલો ના જવાબ બે દિવસમાં જણાવીશ ત્યાં સુધીમાં તમારી કાલ્પનિકતા અજમાવી જુઓ .
-ChintanPatoliya

Gujarati Blog by Patoliya Chintan : 111234716
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now