કોણ કહે છે કે જમાનો બદલાયો છે!?
જમાનો તો ત્યારે પણ એ જ હતો
જ્યારે મીરાંએ કૃષ્ણ માટે આ દુનિયા મુકી દીધી
ફર્ક બસ વિશ્વાસનો હતો.
જમાનો તો ત્યારે પણ એ જ હતો
જ્યારે રાધા એ કૃષ્ણના નામે પોતાનો
આત્મા કરી દીધો
ફર્ક બસ વિશ્વાસનો હતો.
જમાનો તો ત્યારે પણ એ જ હતો
જ્યારે આનારકલી સલીમ માટે જીવતી ચણાઈ ગઈ.
ફર્ક બસ વિશ્વાસનો હતો.
જમાનો તો અત્યારે પણ એજ છે
ફર્ક બસ વિશ્વાસનો છે.
એ મીરાને એ રાધાને એ અનારકલીને
એ કૃષ્ણને એને એ સલીમ ને
પોતાના પ્રેમ પર વિશ્વાસ હતો.
બદલ્યો તો જમાનો નથી પણ બદલ્યો છે તો
" વિશ્વાસ "
Dip@li