લખવી છે ગઝલ પણ ગઝલ કેવી;
જેમાં ન હોય મત્લા કે બત્લા એવી.
ગોટે ચડી જાઉં છું એના કાફિયામાં;
કેમ કરી નીકળવું, રહું છું હાંસિયા માં.
એટલે તો કરું છું રદીફ ને રદ હંમેશા;
રદીફના ઘોડેથી પડી જવાય છે ચડતાં.
મત્લા માંથી છૂટું ત્યાં મક્તા આવી જાય;
તખલ્લુસ અને રુબાઈ તો ઉપરથી જાય.
મિસરા ની માથાકૂટમાં માથું દુઃખી જાય;
અને સાડા ચાર પંક્તિમાં એ તો પુરી થાય.
બસ, ગમ્મત ખાતર લખ્યું છે, કોઈ કાવ્ય પ્રકાર કે સાહિત્ય સાથે છેડછાડ કરવાનો મને કોઈ અધિકાર નથી.??