કોઈ ને કાશ્મીર માં પટેલ સમાજ બનાવો છે, તો કોઈ ને લોહાણા સમાજ, તો કોઈ ને ભણસાલી સમાજ તો કોઈ ને મરાઠા સમાજ, તો કોઈ ને ફાફડા જલેબી ની દુકાન તો કોઈ ને દાબેલી ની રેંકડી....આ જ છે...આપણી માનસિકતા તરત જ હિન્દૂ ધર્મ માંથી નાત જાત અને ભેદભાવ ઉપર ઉતરી જઈએ છીએ....એનો જ લાભ 550 વર્ષ સુધી મુઘલો એ લીધો...ત્યારબાદ અંગ્રેજો એ 300 વર્ષ સુધી....અને હાલ માં પણ લઘુમતીઓ 70 વર્ષ થી લઈ જ રહ્યા છે......
નાત જાત છોડો....એક થાઓ...બ્રાહ્મણ, વાણીયા ,લોહાણા ,દરબાર, સુથાર નહીં....કાઠિયાવાડી નહીં,ગુજરાતી નહીં....ભારતીય બનો......
અને સ્વર્ગ સમાન કાશ્મીર માં સુંદર એવું વિશ્વ પ્રસિદ્ધ ભારત માતા ના મંદિર નું નિર્માણ નું આયોજન થાય કે જ્યાં દરરોજ ભારત માતા તથા કાશ્મીર માટે મોત ને વ્હાલું કરનાર તમામ વિરો ને રોજ શ્રદ્ધાંજલિ આપી શકાય તેવી વ્યવસ્થા કરી રોજ રાષ્ટ્રગીત ની ધૂન પર દેશભક્તિ ના નારા ગુંજે તેવી વ્યવસ્થા ની માંગણી કરો.....