આખા આકાશમાં પાણી ભરેલા કાળા કાળા રૂપાળાં વાદળા ઘેરાઈ આવે છે, ચારેબાજુ શાંતિ છવાઈ જાય છે, પવનની એક લહેરખી પણ આવતી નથી એમ થાય કે એ આવ્યો... હવે તો આવ્યો જ, દસેક ઇંચ એકસાથે વરસી જાય એવો વરસાદ આવ્યો જ છે... કે..
અચાનક એક નિર્દયી વાદળું સહેજ ખસી જાય અને સૂરજદાદા જાણે મારી ઉપર જ જોઇને હસતાં હોય એમ દેખા દઈ બધે અજવાળું અજવાળું કરી મેલે છે... હું બિચારી વિચાર કરું છું, શું કરું તે આ વાદળા ગાંધીનગર ઉપર પણ વરસે એમનેમ આગળ ના ઊડી જાય,
૧) કાળી ગાયને ધોળી રોટલી ખવડાવું!
૨) લાલ કૂતરીને ચોખ્ખાં ઘીનો શીરો ખવડાવું!
૩) પીપળે પાણી રેડું!
૪) શનિવારે કાળા અડદ શનિદેવને ચઢાવું!
૫) મારા એ...મને શ્રાવણ મહિનામાં એક ટાણું તો કરાવું જ છું હવે નકોરડા ઉપવાસ કરાવું!
સુરતના શેઠિયાઓ, રાજકોટના રાજવીઓ, કરછના કુમારો જવાબ આપો... તમારે ત્યાં જ આ વાદળા કેમ વરસે છે? ☹️
ઉદાસ નિયતીના આપ સૌને જય શ્રીકૃષ્ણ ?