Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ચેસ* લેખ... 29-7-2019

ચેસ એટલે શતરંજ બહુ જ બુધ્ધિ અને એકાગ્રતા ની કસોટી કરે એવી રમત. ચેસ રમવા માટે ચાર વાતો ખૂબ જ અગત્યની છે. 1) નિરીક્ષણ.. 2) આયોજન.. 3) રક્ષણ.. 4) આક્રમણ.. આમ રમતમાં ખૂબ જ ધ્યાન રાખી રમવું પડે છે. જિંદગીનું પણ આવુ જ છે. કંઈ પણ નિર્ણય કરતા પહેલા નિરીક્ષણ બહુ મહત્વનું છે. આપણી શક્તિ, સંજોગો અને આસપાસના વાતાવરણને મૂલવીને તપાસીને પછી જીવનનો પ્લાન કરો ધ્યેય નક્કી કરો. ક્યાં જવું છે??? કેવા બનવું છે??? એનો નિર્ણય કરો પણ એ ધ્યેય ને પકડી રાખો. નાના પ્યાદું મરી જાય તો રાજા અડીખમ ઊભો રહે છે એમ તમે જે લીધો નિર્ણય એને કોઈ પણ સંજોગોમાં પૂરો કરો. તમારા નિર્ણયની આલોચના થાય કે ઉપેક્ષા કે કટાક્ષો થાય પણ એ બધાથી મન પડી ન ભાગે એવું જીગર કેળવી લો. અને પછી પૂરા જોશથી જિંદગીના ધ્યેયને પામવા નીકળી પડો. પીછેહઠ કદાચ કરવી પડે વ્યૂહરચનાપૂર્વક આગળ વધવાની તક માટે જ. ક્યારેક સામાના વજીરને લેવા એકાદ ઘોડો કે પ્યાદું ગુમાવવું પડે તો તૈયારી રાખજો. ભીતરમાં સંસ્કારો ને હિંમતની મૂડી સલામત છે તો જીવનની શતરંજ પર તમે ક્યારેય નહીં હારી શકો. પછી બાજી ભલેને ગમે એટલી લાંબી ચાલે પણ જીત તમારી જ થાશે....

ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Blog by Bhavna Bhatt : 111226225
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now