કેળાં ખાવાથી હાડકાં મજબુત થાય
અને
કેળાંની છાલ ઉપર પગ આવવાથી ભાંગી જાય !!
જબરું, નહીં ?
?????
"વા" થી માત્ર શરીરનુ
એક અંગ પકડાય છે.
પરંતુ
"પરણ-વા" થી માણસ
આખો પકડાઈ જાય છે..
???
બેન્કવાળી બહેનનો ફોન આવે અને લોનનું પૂછે તો ફોન કાપવો નહીં,
થોડો રસ લેવાનો. . .
પછી નામ પૂછે એટલે બિંદાસ કહી દેવાનું,
'વિજય માલ્યા' . .
કસમથી ફરી ક્યારેય ફોન નહીં આવે... . .
???
અણવર : ગોરબાપા, કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર ?
ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ, લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
????
પત્ની (બપોરનાં ટાંણે) :: એ હાલો ડીનર લઈ લ્યો....
પતિ :: ડોબી, અત્યારે લંચ કેવાય...
પત્ની :: ડોબા, આ ગઈ કાલ રાત નું છે...
મને શીખવાડે છે પાછો....
? ???????
સમાજ વિદ્યા ની પરીક્ષા મા ઍક પ્રશ્ન પૂછાયો હતો,
"વાણીયા"_અને_"સ્વામિનારાયણ"
આ બંને નું ભારત માટે શું યોગદાન રહ્યુ હતુ,
વિદ્યાર્થિ એ સરસ જવાબ આપ્યો
જો આ બંને કોમ ડુંગળી ખાતી હોત તો ડુંગળી ના ભાવ ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘા હોત...
????????
પ્રોફેસર બુચ બીમાર થયા
ડોક્ટરે ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો..
બુચ સાહેબ હસ્યા
ડોક્ટર :.... કેમ હસ્યા???
બુચ સાહેબ :.... રોજ બાટલા ઉપર બૂચ હોય છે
આજે બૂચ ઉપર.. બાટલો
?????????
શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો હતો ?
ભૂરો : સાહેબ 9.15 નો
શિક્ષક : એમ? સમજાવ કેવી રીતે ?
ભૂરો : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો.
પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને રામકથા કરવા લાગ્યા. .....
?????????