Gujarati Quote in Good Morning by Pravin..

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવે કોરીકટ્ટ હતી જે, એ ઈચ્છાને દ્રશ્ય ગયું એક તાણી
વરસાદમાં જ્યારે એક છોકરી ભીંજાણી

સરરર કરતો આવ્યો પવન એણે બારી જ્યાં અડધી ઉઘાડી
ઉઘાડી આંખોના પાટા ઉપર પછી ચાલી છે સપનાની ગાડી
ટપ્પ ટપ્પ ગાલ પર ફોરા પડે ને એનું સંગીત હૈયામાં વાગે
વરસાદી બૂંદો આ જાણે કે અવસર ઉર્મિઓ વાવવાનો લાગે
પકડ્યું છે જોર હવે વરસાદે, જ્યાં મને જોઈ એ સહેજ શરમાણી
વરસાદમાં જ્યારે એક છોકરી ભીંજાણી

નખશીખ નીતરતી જોઈ એને હું તો ભીતરથી ભડ ભડ ભડકો
સીવીને હોઠ બેઉ આંખોથી મોકલે છે કહેણ, મને અડકો
હાથોમાં હાથ લઈ ભુલાવી ભાન સાન દાબી મે સહેજ એની આંગળી
વાદળનાં ટોળાને શરમાવે એવી એની આંખોથી વરસી છે વાદળી
બારેય મેઘ પછી ખાંગા થયા જયારે આવીને બાથમાં ભીંસાણી
વરસાદમા જ્યારે એક છોકરી ભીંજાણી

સાવે કોરીકટ્ટ હતી જે, એ ઈચ્છાને દ્રશ્ય ગયું એક તાણી
વરસાદમાં જ્યારે એક છોકરી ભીંજાણી

સંદીપ પૂજારા.

Gujarati Good Morning by Pravin.. : 111221592
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now