આજનો મારો નવો અનુભવ છે જે તમારી સાથે શેર કરવા માગું છું કદાચ બધાને ગમશે!!!
આજે હું મારા રેસ્ટોરેન્ટમાં ગઈ હતી ત્યા મેં જોયું કે બાર થી પંદર વર્ષના છોકરા-છોકરીઓ જમવા માટે આવીયા હતાં તેઓએ અનલિમિટેડ ફુડ ઓર્ડર કરેલું હતું જેમાં કોલ્ડીગસ પણ અનલિમિટેડ હતું તેઓને તો જાણે મજા પડી ગઈ પેપ્સી નાં ગ્લાસ માં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ને બે થી ત્રણ ગ્લાસ પેપ્સી વેસ્ટ કરી નાખ્યાં.આ જાઈને હું એમની પાસે ગઈ અને મેં એમને પુછીયુ કે શું તમે તમારા ઘરે પણ આવી રીતે ફુડ વેસ્ટ કરો છો ત્યારે બંધાય નાં મોઠા બગડી ગયાં . ત્યાર પછી કોઈ એક ની મમ્મી મને બીલ આપવા આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે હું પણ એક માં છું તમારી જેમ તમને બાળકોને ફુડનો બગાડ ન કરવો એ શીખવુ જોઈએ તેમને મારી આ વાત એકદમ સહેજતા થી સ્વીકારી એ જાણીને ખૂબ જ આનંદ થયો કે ચલો એક પેરેનસ નેતો થયું કે મારે મારા બાળકને સુધારવાની જરૂર છે ત્યારબાદ બે ત્રણ છોકરાઓ મારી પાસે આવી ને કાન પકડી ને માફી પણ માંગી! જે જોઈ ને મને લાગ્યું કે આપણે આપણા બાળકો ને સહી રાહ પર લાવી શકીએ અગર આપણે તેમને સહી ગલત નો અહેસાસ કરાવી શકીયે તો!!!
મારા આ અનુભવ થી મને એક વાતનું ગૌરવ થાય છે કે હવે જ્યારે પણ આ બાળકો બહાર જમવા જશે ત્યારે ફુડ વેસ્ટ નહીં કરે એવું મને લાગે છે અને હા શું ખબર એવું જ થાય.