ફરી એક વાર પપ્પા ની કૃતિ/ જોક લઈ આવી છું.
જિલ્લા ના શિક્ષણાધિકારી ગામ ની શાળા માં સુપરવિઝન માં ગયા. એક છોકરા ને પૂછ્યું ," ધર્મ પત્ની એટલે શું ? "
છોકરો કહે , " જે પત્ની પોતાનો ધરમ જુદો હોય પણ તે છતાં પતિ નો જ ધર્મ પાળતી હોય તે ધર્મ પત્ની કહેવાય .! " બીજા છોકરા ને જવાબ પૂછ્યો , " જેમ ધરમ ની ગાય હોય, ધરમ ની બેન હોય , તેમ પત્ની હોય તો એને ધરમ ની પત્ની કહેવાતું હશે."
ગુસ્સે થઈ ને શિક્ષણાધિકારી અે શાળા ના સાહેબ ને પુછ્યું કે આવું શીખવાડો છો ? તો શિક્ષક બધા છોકરાં ને આંખો કાઢી ને કહે કે, કેમ મારું શીખવાડેલું ભૂલી જાવ છો , કહેલું ને કે ધરમ ની પત્ની એટલે ધર્મેન્દ્ર ની પત્ની, હેમા માલિની !"
હવે જીલ્લા ના શિક્ષણાધકારી કાયમ માટે આ શાળા માં ના આવવાની પ્રતિજ્ઞા કરી ને જતાં રહ્યા છે.
- નટુભાઈ પટેલ