અજાણ્યા પ્રેમ ની શ્રેષ્ઠ પળો.....
મારા શ્વાસ ના દરેક ધબકારે તું જ છે, રુધિર ના પ્રવાહ ની દરેક દિશા મા પણ તું જ છે.
જીવન ની દરેક મજા તું જ છે, આ ગાંડા મન ના ડાહ્યા વિચારો પણ તું જ છે.
દરેક વાત નું પૂર્ણવિરામ તું જ છે, કારણ કે એ વાત ની શરૂઆત પણ તું જ છે,
અંધારી રાત નું અજવાળું તું જ છે,વેહતી નદી ના પાણી ની મીઠાશ પણ તું જ છે.
સુગંધ મા શ્રેષ્ઠ એવી કસ્તુરી તું જ છે,દરિયાકાંઠા નું સૂર્યાસ્ત પણ તું જ છે.
અજાણ્યા રસ્તા ની મંજિલ પણ તું જ છે,દિવસ આખા ના કઠોર થાક ની મીઠી નિંદર પણ તું જ છે.
અંતે ,એક વાર કહી દે ને કે મારી જ તું છે....