નિર્દોષ,ખેલતું,ઉછળતું, ઉન્માદી બચપન,
ક્યાં ગયું એ ક્યારેક હસતું,ક્યારેક રડતું બચપન..
ક્યારેક ચહેકતું,ક્યારેક મહેકતું ,
ક્યારેક ગુસ્સા માં લાલચોળ બનતું બચપન...
સમય ની સાથે વહેણ બની વહી ગયું બચપન,
વર્તમાન ના વમળો માં સમેટાઈ ગયું બચપન..
બંધ થઇ ગયું પટારા માં યાદો બની બચપન,
ખોલ્યો પટારો તો કૂદી ને વળગી પડ્યું બચપન...
~અદ્વૈત