ન જાણે અજાણે મુલાકત રહી ગઈ
મારે મળવું હતું એ આંખો ને
પણ તારા એ રસ્તે થોડી વાર થઈ ગઈ
પહોંચી એ રસ્તે ને કહેવું હતું મારે તને કાંઈ
મારા એ શબ્દો થી તારી ફરિયાદ થઈ ગઈ
મારે કહેવાની હતી જે મારા હૈયા ની વાત તને
તે હૈયામાંજ રહી ગઈ
હુ ખૂબ દોડ્યો હતો એ રસ્તે જ્યાં તું હતી
છતાંય તારી ને મારી અધૂરી મુલાકાત રહી ગઇ
આપણે મળ્યા તો નોહતા છતાંય
ત્યાં મારા પ્રેમ ની નિશાનીઓ રહી ગઈ
વિરહ હતો મારા નસીબ મા તમારો
મારાથી ક્યાંક કોરા કાગળ પણ સહી થઈ ગઈ
ખબર છે કે આ મુલાકત આજે નહીં તો કાલે પુરી થશે
હા પણ શબ્દો ની માયાજાળ પુરી થઈ ગઈ