Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અષાઢના ભવાડા ! ! !

*આવા કરવાના ભવાડા ?*
અષાઢ તારે આવા કરવાના ભવાડા ?
કોરા કાઢે છે સાવ દા'ડા !
અષાઢ તારે આવા કરવાના ભવાડા ?

એક તો તું માંડ માંડ વર્ષે આવે
ને પાછો આ રીતે મોઢું મચકોડે ?
વાદળ નહીં, વીજળી નહીં, ગરજે પણ નહીં
અને તડકે જઈ માથા તું ફોડે ?
સોબત ખરાબ તારી થઈ ગઇ છે શું
કે પછી ઉતરે છે કોઈ તારી આડા ?
અષાઢ તારે આવા કરવાના ભવાડા ?

વરસી પડે તો જાત ઓગાળી નાંખવામાં
પોતે ક્યાં રાખે છે ખ્યાલ ?
ખેતરના એક એક ઢેફાને જોઇ લે તું
કેટલુ કરે છે તને વ્હાલ !
પાકેલા ચોમાસે તડ પડી જાય
તો તો નિસાસા'ય નાંખે નીંભાડા !
અષાઢ તારે આવા કરવાના ભવાડા ?

કૃષ્ણ દવે
તા-૧૮-૭-૨૦૧૯
અષાઢ વદ-૨

Gujarati Poem by Umakant : 111220141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now