એણે પૂછ્યું, "જિંદગી" એટલે શું?
મેં કહ્યું.... ફક્ત તું અને તું જ...
એણે પૂછ્યું, "પ્રેમ" એટલે શું ?
મેં કહ્યું.... તું કરે અને હું ચાહું .
એણે પૂછ્યું, "વરસાદ" એટલે શું ?
મેં કહ્યું.... તું પલળે અને હું ભીંજાઉ .
એણે પૂછ્યું, "દોસ્તી" એટલે શું ?
મેં કહ્યું.... તું બાંધે અને હું નિભાવુ .
એણે પૂછ્યું, "વેદના" એટલે શું?
મેં કહ્યું.... તું સહન કરે અને હું રડી લઉં .
એણે પૂછ્યું, "સંબંધ" એટલે શું ?
મેં કહ્યું.... તું બંધાય અને હું ય બંધાઊ..
એણે પૂછ્યું, "નસીબ" એટલે શું ?
મેં કહ્યું.... દરેક જન્મ માં મળીએ તું અને હું....