Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તપન જલન
ભાગ:૧
જાણતી હતી તો પણ સુલી એટલેકે સુલેખા યજ્ઞ ના હવનની સામગ્રી બનવા તૈયાર થઈ ગઈ એને એમકે દર્શી એને સુખડનું લાકડું સમજી હવન માં પધરાવશે પણ ના એને તો યજ્ઞમાં આગને જોવી હતી ભડકે બળતી આગ.
સામાન્ય સમિધા સમજી પધરાવીને આગને
પ્રગટેલી રાખી નિકળી ગયો. ગામ આખામાં બદનામ સુલુ એકલી પડી પ્રેમ તો લાંછન લગાડી ગયો. જાણતી હતી તેથી ગામ છોડ્યુને કદી એ ગામમાં પગ નહી મુકવાના સોગંદ લઈ નિકળી પડી.શું કરશે કયા જશે એ એને પણ ખબર નહોતી.
દૂર એક શહેર કહો તો શહેરને નગર કહો તો નગર માં પહોંચી એને કેમ એમ લાગ્યું કે અહીં તેનો સમાવેશ થઈ જશે.એતો એને પણ ખબર નહોતી પણ મન શાંત થયું .બસમાં થી ઉતરી ત્યારે એની સાથે એક આધેડ ઉમ્મરની સ્ત્રી પણ ઉતરી હતી , મધ્યમ કદને
તેજસ્વી આંખો ને સુંદર ચહેરો . તેને જોઈ એણે એને જ પૂછ્યું ,”બહેન, કોઈ ધરમશાળારહેવા મળશે.?” પેલી સ્ત્રી તેને જોતી રહી ગઈજરૂર કહી તેણે તેને રસ્તો બતાવ્યોને તે નિકળી ગઈ.ન નામ પૂછ્યુ ન ઠામ!ધરમશાળા માં પહોંચી તેણે જોયું કે તે જગ્યા સાફને વિશાળ હતી.સુંદર નાના છોડમાં ગુલાબ, મોગરા ની મહેક મહેક હતી. તેણીએ મનોમન પેલી સ્ત્રી નો આભાર માન્યો.આંગણે તુલસીનીપવિત્રતા હતી.લાગ્યું રોજ અહીં પૂજા થઈ રહીછે સવાર સાંજ દીવાની જ્યોત જલી રહી છે.તો અગરબત્તીની રાખ સાક્ષી પૂરાવી રહી છે,પવિત્રતાની મહેક ચારે બાજુ છે. મેનેજર નીકેબીન માં પ્રવેશતા આશ્ચર્ય થયું , ત્યાં એક સ્ત્રી આ જગ્યા પર બેઠી છે,તેણે ફક્ત નામ ઠામ પૂછ્યાને ઓરડાની ચાવી આપી.ઓરડો ખોલતા જ અંદર તાજી ફિનાયલના પોતાની મહેક નાસિકાને પવિત્ર કરી ગઈ.બારી ખોલતાજ સામે નું દ્રશ્ય આનંદ વિભોર કરી ગયું . લીલાછમ ડુંગરાને નાનું સુંદર ઝરણું તેને આવકારતું ખળખળ વહેતું હતું ,જાણે કુદરત
કહી રહી હતી આવ તારા સ્વાગત માટે અમે બધા તૈયાર છીએ.
થાકેલી એ ક્યારે ગોદડા પર પડતા સૂઈ ગઈ તેને જ। ખબર ન પડી. સીધી સવારે મળસ્કે કૂકડાની બાંગને મંદિરના ઘંટારવ થી ખૂલી.બારી પાસે આવી આળસ મરડી રહેલાતેના પાતળી લતા જેવા શરીરને કોઈ દૂરથી નિહાળી રહ્યું છે એની રતીભાર પણ કલ્પના તેને નહોતી.દૂર પૂર્વની બારી ખોલી સૂર્ય ધીમા
ઝાંખા પણ કોમળ કિરણોં થી લાલીમા પાથરી
રાજી થતો તેના આગમનની જાણે હરખ ઘેલો થયો હતો . તેજ ક્ષણે દૂર એક દવાખાના ના ખાટલા પર એક ક્ષીણ શરીર નંખાયેલા શરીરવાળો પચ્ચીસે ચાલીસનો દેખાતો યુવક ખાંસી ખાંસી ને આંખોમાં બે બૂંદ અશ્રું ના પાડી રહ્યો હતો,પળે પળે મૃત્યુ નજીક આવી રહ્યું હતું તેવું તેને લાગી રહ્યું હતું .હા તે દર્શી જ હતો.

Gujarati Story by Jayshree Patel : 111219891
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now