જીવતાં છે તો ય જીવન ધારવા જેવું થશે,
છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે.
સ્હેજ મધમીઠી જુબાની, બોલજો સ્નેહે તમે,
આગ હૈયાની અહીંથી, ઠારવા જેવું થશે.
આપ જો અમને ચકાસો, એ અને એવું બધું,
સાચને ખૂબ જ તપાવી, તારવા જેવું થશે.
જો તમે ચાહતનાં ટ્રાફિકમાં ફસાયા તો પછી,
છેક કીચડમાં ફસેલાં ખારવા જેવું થશે.
સાવ પાણીમાં ન બેશો ને કહી દો- પ્રેમ છે,
ને નહીં તો આજ હિમ્મત હારવા જેવું થશે.
~જીતેન્દ્ર ભાવસાર #સૌ . ટ્વિટર