દિલ તોડનાર ને દિલ તોડવાની સજા શું
આપુ એ દિલ,
તેને દિલ માં પ્રવેશવા ની
પરવાનગી મે જ આપી હતી ને?
આંખો માં આંસુ લાવનાર ને શું સજા આપુ એ આંખ,
આંખ માં જાકવાની
પરવાનગી મે જ આપી હતી ને?
બેવફાઈ કરનાર ને શું સજા
આપુ એ મન,
મારી વફાદારી ચકાસવા ની
પરવાનગી મે જ આપી હતી ને?
જિંદગી ને મોત બનાવનાર ને
શું સજા આપુ, એ જીવન,
જીવન ને જીવતે જી મારવા ની સજા મે જ આપી હતી ને??