કયાં ખોવાયો વ્હાલો મેહુલો તું.....
રીમઝીમ રીમઝીમ પગલે આવી જા....
તપતા હૈયાંને તરબોળી દે તું...
મોર પાંખે થનગનાટ કરી જા...
સોળેકળા પ્રકૃતીને ખીલવી દે તું...
પાંદડે પાંદડે મોતીડા પરોવી જા...
ક્યાં ખોવાયો વ્હાલો મેહુલો તું...
ઝરમર ઝરમર પગલે આવી જા....
વાલમના હોંઠોની લાલી છે સૂકી
અધરોની લાલી છલકાવી જા....
ક્યાં ખોવાયો વ્હાલો મહેલો તું...
ખળખળતા ઝરણાં વહાવી જા...