આજે ફરી એક વાર મારા પપ્પા ની કૃતિ રજૂ કરું છું. પપ્પા, નામ નટુભાઈ , ઉંમર ૮૬ વર્ષ, વ્યવસાયે ચારટર્ડ એકાઉન્ટન્ટ , સ્વભાવે આનંદી, ૫૫ વર્ષ પહેલાં હાસ્ય લેખ લખતાં. ગઈ વખતે બધા વાચકો અે ખૂબ ઉત્સાહ વધાર્યો છે.અને વાચકો ના ઉત્સાહે એમને આગળ લખવાનું પ્રોત્સાહન પણ આપ્યું છે. એના ભાગ રૂપે આ કૃતિ રજૂ કરું છું.
જ્યાર થી મોદી સાહેબ વડા પ્રધાન બન્યા ત્યાર થી શાળાઓ માં નિબંધ ની શાંતિ થઈ ગઈ છે. બધા ધોરણ માં ' જો હું વડા પ્રધાન હોઉં તો... ' આ જ નિબંધ પુછાય છે.અલગ ધોરણ ના વિદ્યાર્થી ઓ આ કંઈ રીતે લખે છે, તે વાંચો:-
***૭ માં ધોરણ નો વિદ્યાર્થી :***
હું તો અઠવાડિયા માં ખાલી ૫ વાર જ પીઝા બર્ગર ખાઉં છું. પણ તેનાથી કબજિયાત ન થાય તે માટે મારી મમ્મી મને રોજ કાંદા ખાવાનું કહે છે. તો હું જો વડા પ્રધાન હોઉં તો ખૂબ કાંદા ની નિકાસ અમેરિકા માં કરું. ત્યાં બધા પીઝા બર્ગર ને ટાકો નું જ જમણ કરે છે .
તા. ક. સારા માર્ક આપશો તો મારા તરફ થી પીઝા ફ્રી !
***૧૦ માં. ધોરણ નો વિદ્યાર્થી :***
મારા પક્ષ નું નામ " ગાળી પ્રદાન પક્ષ " રાખું. આવું નામ એટલા માટે કે દરેક પક્ષે બીજા પક્ષ ને બેસુમાર ગાળો આપવાની હોય છે. જો હું વડા પ્રધાન બનું તો મારો એજન્ડા બીજા દેશો માં થી ઉત્તમોત્તમ ગાળો આયાત કરવાં નો રહેશે. દરેક પક્ષ ને ચૂંટણી વખતે કામ લગી શકે તેવી ગાળો નો નવીન શબ્દકોશ પણ બહાર પાડવા માં આવશે.
તા. ક. પાસ કરજો ને પ્લીઝ, આથી વધું રાજકારણ વિશે ખ્યાલ નથી.
***૧૨ માં ધોરણ નો વિદ્યાર્થી :***
મારા પક્ષ નું નામ જી. અે. પી. રાખીશ. એટલે કે ગુંડા આતંકવાદી પક્ષ. દરેક પક્ષ ને મતદાન કરતાં રોકવા, ને સભા વિખેરવા ઉત્તમ ગુંડા મોકલવામાં આવશે. લેભાગુ, લુખ્ખા અને બદમાશ તત્વો નું સુંદરતમ સમન્વય કરવા પાછળ બે એજન્ડા છે ૧. અમારા સિવાય કોઈ ને ગુંડા ગીરી નો હાક રહેશે નહીં. ૨. જેમ લોઢું લોઢા ને કપે તેમ , આપણા ગુંડાઓ ને ઘનિષ્ટ તાલીમ આપી ને આતંકવાદ નો નાશ કરવા મોકલવા માં આવશે.
જય હિન્દ.
તા. ક. ફેલ કરશો તો મારા સમ !
:- નટુભાઈ પટેલ