આ શહેર છે તો પણ સાંકડું છે,
ગામડું ગમે તેમ તોય આપણું છે,
વિકાસ નિરંકુશ બની રમખાણે ચડ્યો છે,
ગામડું તોય નાક નકશે નમણું છે.....
ઇમારતો નું આ જંગલ "અલંકૃત" બની રહ્યું,
તો પણ ગામ નું સંધુય "રળિયામણું" છે...
કદ કાઠી એ ભલે વામણું રહ્યું,
પણ ખુલી આંખે જોવાતું "શમણું" છે...
નગર ની આગળ "મહા" લાગી ગયું,
તો પણ ગામડું હજુ પણ "ગામડું" જ છે....
~અદ્વૈત