Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* મોસમ વરસાદની * 18-7-2019

વરસાદ ,
વિચાર કરો તો .
જેણે વાદળો સર્જયા અને વરસ્યા ,
મોસમ વરસાદની ધરતી પર લીલુંછમ ઘાસ પાથર્યુ.
સુર્ય ,ચંદ્ર છુપાઈ ગયા વાદળોમાં,
વરસાદ થી આમતેમ ડોલી ખુશ થતી વનરાઈ.
વિશાળ સમુદ્રમાંથી ઉછળતાં અફાટ મોજા,
ઉંચા પર્વતો પર વરસાદથી ખિલી ઉઠતી મોસમ.
ખળખળ વહેતાં ઝરણા વરસાદથી ઝુમી ઉઠતા,
એક નાનું અમથું બીજ વરસાદથી અંકુરિત થયુ.
વરસાદથી મહેંકી ઉઠે ધરતી ની કણ કણ,
વરસાદથી ધરતીમાં ખેડૂતો બીજ વાવે છે.
તડકો, વરસાદ, ઠંડી બધુ જ કુદરતી છે,
સકલ સૃષ્ટિને આપમેળે મળી રહે છે.
વરસાદની આ મોસમથી જન જીવન ધબકી રહે છે,
વરસાદની આ મોસમમાં ધરતી મહેંકી ઉઠે છે...

ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Poem by Bhavna Bhatt : 111219223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now