જીંદગી જીવી જાણો..
લાંબી આ સફરમાં, જીંદગી ના ઘણાં રુપ જોયા છે,
તમે એક્લા શાને રડો છો? સાથી તો અમે પણ ખોયા છે..
આપ કહો છો આમને શુ દુઃખ છે, આ તો સદા હસે છે,
અરે આપ શું જાણો? આ સ્મિત માં કેટલુ દુઃખ વસે છે..
મંઝિલ સુધી ના પહોચ્યા, તમે એ વાત થી દુઃખી છો,
પણ ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો,
આપને છે ફરીયાદ, કે કોઇ ને તમારા વિશે સુજ્યુ નથી.
અરે અમને તો “કેમ છો” એટલુ ય કોઇ એ પુછ્યુ નથી..
જે થયુ નથી એનો અફસોસ શાને કરો છો??
આ જીદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો??
આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઇ નથી
એક આંખતો બતાવો મને જે ક્યારેય રોઇ નથી..
બસ એટ્લુજ કહેવુ છે જિંદગીની દરેક પળ દિલથી માણજો
નસીબથી મળી છે, જિંદગી તો એને જીવી જાણજો…