રાખું છું હમેશ હોંઠો પર તારું નામ,
પ્રિયે તેમાં પણ તને ફરિયાદ છે?
નથી કરતો તારા સિવાય બીજાને યાદ,
યાદમાં પણ તને ફરિયાદ છે?
તારી રજામંદી થી થઇ રહ્યા છે લગ્ન તારા,
હું લગ્નમાં ન આવું તેમાં પણ તને ફરિયાદ છે?
વર્ષો બાદ તારા વિના ખુશ રહેતાં શીખ્યો છું
મારી આ ખુશીમાં પણ તને ફરિયાદ છે?
જા હવે તારાથી કોઈ ફરિયાદ નથી મારે,
ફરી યાદ ન કરું તેમાં પણ તને ફરિયાદ છે?
ખુદા જે ચાહે તને તેને તું એકલો કરી દે છે,
તારી આ ખરાબ પરીક્ષાની તને ફરિયાદ છે.
અંત કાલે તું પણ એકલો હતો ભાલકામાં અનુભવ્યું છે
આટલી વ્યથા છતાં નિયમ ન બદલવાની તને ફરિયાદ છે.
રહે છે સ્મિત ભર્યો ચહેરો મારો સદા,
પ્રભુ દુનિયાને આની પણ તને ફરિયાદ છે.
- નિશાન