આમ જ અજાણતા કેવી વાત થઈ ગઈ
દોસ્તી કરવી હતી ને હવે ચાહત લાગે છે...
તારા વિના એકલો ઉલ્જનમા રહું છું
શું કરુ?તારી મને આદત લાગે છે...
હું મારા વજુદ માં જ તને શોધું છું
મને તારી સાથે મહોબ્બત લાગે છે...
મારી પાસે આવ તો જીવી લઊ બે પળ
મારા શ્વાસ તારી અમાનત લાગે છે...
હું વિચારું કે તારી આગળ આ જિંદગી શું છે?
તારા લીધે આ જિંદગી એક જરૂરત લાગે છે...