ખુલ્લા પગે શેરીયુમાં રમતા'તા ત્યારની આ વાત છે...
નાસ્તો એકબીજાનો જમતા'તા ત્યારની આ વાત છે...
ઝગડો થયે જીકી દેતા'તા ઢીંકા, પાટુ ને મુક્કા.
ફરી ખભા મિલાવી ભમતા'તા ત્યારની આ વાત છે...
ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો.
દોસ્તોને દુનિયા ગણતા'તા ત્યારની આ વાત છે...
પ્રેમ આવે તો દિલ દેતા, ને ગુસ્સો આવે તો ગાળ,
તોય એકબીજાને ગમતાં'તા ત્યારની આ વાત છે...
હવે કોણ, ક્યાં, કેટલા કમાય ! એ'ય ખબર નથી.
આ તો સૌ દોસ્તો સાથે ભણતા'તા ત્યારની આ વાત છે..