વાછરડું ક્યાંક એક ભાંભર્યું
દ્વારકાના સોનેરી મહાલયમાં પોઢેલા કાનાને ગોકુળિયું સાંભર્યું....
મસ્તીનો માનભરી લહેરાતો વાયરો
ને આનંદની ઊડતી'તી છોળો,
માતા યશોદાને માથું આપું તો
એ આપી દેતી' તી આખો ખોળો
ગોરસના દરિયામાં ડૂબકી મારીને પછી
નેતરનું લંગર એક લાંગર્યું... .....વાછરડું...
મધરાતે રાસને ગોપીના ગીત
યાદ આવે આવે છે માખણની ચોરી,
પ્યારી રાધાને તો કેમ કરી ભૂલું
સતાવે છે ગોકુળની ગોરી
અધરો ની વચ્ચાળે વાંસલડી મૂકી ત્યાં
આખુંયે વૃંદાવન પાંગર્યું...
દ્વારકા ના સોનેરી મહાલયમાં પોઢેલા કાના ને ગોકુળિયું સાંભર્યું...
......સાગર