Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દુજે કે લીયે...વાકય હિન્દીમાં લખેલું છે પણ આપણે તેનું ગુજરાતીમાં સારી રીતે સમજી શકીએ છીએ...
ગુજરાતીમાં તેનો અર્થ થાયછે એક બીજા માટે..એટલે કે તે બંન્નેએ એક બીજા માટે જન્મ લીધોછે..પ્રેમીઓ માટે આ બરાબર મેચ થતું હોયછે..
જે લોકો એક બીજાને સાચા ર્હદયથી પ્રેમ કરતા હોય..એક
બીજા વગર રહી ના શકતા હોય..તેમના માટે આ યોગ્ય રીતે બંધબેસેછે..
આજે ઘણા પ્રેમીઓ એકબીજાને ગાઢ પ્રેમ કરતા હોયછે..ત્યારબાદ જયારે તેમના લગ્ન નહી થવાને કારણે તેઓ એકબીજા વગર રહી ના શકવાને લીધે હાથમાં હાથ પકડીને આ દુનિયામાંથી ચાલ્યા જાયછે...
અથવા તો પરિવારમાં જેઓ વધુ ઉંમરના પતિપત્ની હોયછે ને તેઓનો પ્રેમ પણ આ પ્રમાણે વરસોથી ગાઢ સંબંધ રહ્યો હોય તો તેઓ પણ જયારે એ બંન્નેમાંથી કયારેક એકનું મરણ થાયછે ત્યારે બીજું પણ તેનો આઘાત સહન નથી કરી શકતું..કાંતો તે તરત આઘાતમાં સરીને મૃત્યુ પામે છે કાંતો થોડાક દિવસોમાં તે પણ આ દુનિયામાંથી ચાલ્યુ જાયછે..આને કહેવાય એક દુજે કે લીયે...કે તેઓ જનમ્યા કે પરણ્યા પછી પણ એકબીજા માટે જ જાણે બન્યા હોય...!
પણ તમે પક્ષીઓમાં આમ સાંભળ્યુ છે! કે એક પક્ષી મરી જાય તો બીજુ પણ તેની પાછળ તરત મરી જાય!
હા, એક સારંગ જાતનું પક્ષી પણ આમ જ કરેછે કે જયારે તે બંન્નેમાંથી કોઇ કારણે એકજણ મરી જાય છે તો બીજું પણ તેની પાછળ તેના આઘાતમાં તરત મરી જતું હોયછે...તે પણ ફકત એકથી બે જ મિનિટમાં જ...
કુદરતે પણ આ પક્ષીની કેવી જાત આવી બનાવી હશે..!
કે એક મરી જાય તો બીજુ પણ તેના વગર રહી નથી શકતું!..પ્રેમ લાગણી એક એવા પ્રકારના શબ્દો છે કે એકવાર કોઇની ઉપર દિલ આવી જાય પછી તે તેને કયારેય ભુલવા નથી માંગતુ! જો તે તેને ના મળે કે તેને છોડીને કાયમ માટે ચાલ્યુ જાય...!
પાછલા ઇતિહાસમાં પણ એવી તો કેટલીય જોડી બનીને આ દુનીયામાંથી ચાલી ગઇ કે એકબીજા માટે પોતાનો જીવ સરખો આપી દીધો હોયછે..
જેમકે, લૈલા મજનુ, હિર રાંજા..
વગેરે...ભગવાને દરેકના શરીરમાં બસ એક જ ચીજ એવી આપેલી છે તે છે દિલ...
દિલ વગર શરીર નથી ને શરીર વગર જીવન નથી...જે કંઇ છે તે બસ દિલમાં જ છે...❤

Gujarati Blog by Harshad Patel Pij : 111218873
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now