"બસ, આટલું જ તને કહેવું છે.....
તુ મને પ્રેમ કરી ને છોડી શકીશ,
તો પણ હું તને જ પ્રેમ કરીશ,
તુ મારી જોડે બોલ્યા વગર રહી શકીશ,
તો હું તારી બોલવાની રાહ જોઇશ,
તુ મને જોયા વગર રહી શકીશ,
હુ તો તને જ જોવા માટે તરસીશ,
તને મારી જરુર કાયમ નહી રહે,
પણ મને તારી કમી કાયમ રહેશે,
તારુ જીવન સફળ પણ થશે મારા વગર,
પણ હું ક્ષણ ક્ષણ તારા વગર હારીશ,
તુ કદાચ ફરી નહી આવે મારા જીવનમાં,
તોય મારા અંતિમ શ્વાસ સુધી હું રાહ જોઇશ,
મર્યા પછી પણ નફરત નહી કરુ તને હું,
તને પામવા માટે ઈશ્વર જોડે બીજો જનમ માંગીશ.
બસ, આટલું જ તને કહેવું છે..... કે તુ રહે સદા ખુશ......