......વિશેષ.....???
કાંઈક તો હશેને વિશેષ આ દુનિયામાં
જે હશે આ દુનિયાથી પણ શેષ.
શું હશે એવું કાંઈ...... વિશેષ???
હશે કાંઈક વિશેષ આ
માતા-પિતા, ભાઈ - બહેન,પતિ -પત્ની
ના સંબંધોથી પણ શેષ
કાંઈક તો હશેને.... વિશેષ??
હશે કાંઈક વિશેષ આ
સુખ દુઃખ, રાગ દ્વેષ થી પણ શેષ
કાંઈક તો હશેને... વિશેષ??
હશે કાંઈક વિશેષ આ
તૃષ્ણા,ત્યાગ , વિરહ, મિલન થી પણ શેષ
કાંઈક તો હશેને.... વિશેષ??
હશે કાંઈક વિશેષ આ
ભુત, ભવિષ્ય અને વર્તમાન થી પણ શેષ
કાંઈક તો હશેને... વિશેષ??
હશે કાંઈક વિશેષ આ
સુંદર- કુરુપ , ધરતી- આકાશ થી પણ શેષ
કાંઈક તો હશેને... વિશેષ??
હશે કાંઈક વિશેષ આ
માન-સન્માન, નફરત-પ્રેમ થી પણ શેષ
કાંઈક તો હશેને.... વિશેષ??
હશે કાંઈક વિશેષ આ
વ્રત, ઉપવાસ, ભૂખ ,તરસ થી પણ શેષ
કાંઈક તો હશેને.... વિશેષ??
હશે કાંઈક વિશેષ આ
રામ ,રહીમ ,ઇસુ , અલ્લાહ થી પણ શેષ
કાંઈક તો હશેને.... વિશેષ??
Dip@li