Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજના યુવાનો* લેખ.... 17-7-2019

જીવનમાં હમસફર શોધવા નીકળેલી જુવાન પેઢીની પસંદગી આજે અટવાઈ ગઈ છે. " હાઈટ " અન " વ્હાઈટ " ના જંગલોમાં. અને જ્યાં પસંદગીના માપદંડ માત્ર દેખાવ જ હોય પછી જિંદગીમાં ડગલે ને પગલે ફાઈટ થાય છે અને દિમાગ હંમેશા ટાઈટ જ રહે છે. આખી જિંદગીની સફર જેની સાથે વિતાવવાની હોય ત્યાં પસંદગીની પારાશીશી કેવળ બાહ્ય રૂપ રંગ ને દેખાવ જ જોઈએ તો એ ભૂલભરેલું પગલું છે. જોબન તો જીવનનો એક તબક્કો છે એ જીવનની સમગ્રતા નથી. પસંદગીનું પોત એટલું તો પાતળું ના રાખો કે એની પારદર્શિતામાં જીવન સાવ કઢંગુ દેખાય. વ્યક્તિની પસંદગી સાથે ગુણ અવગુણો રહે છે જે દેખાવથી અંજાઈ જીવન બગાડે છે. વ્યક્તિત્વની પસંદગી ક્યારેય વીંખાઈ જશે ત્યારે પ્રેમનું પંખી બિચારુ કરમાઈ જશે પછી અફસોસ કર્યા સિવાય કશું જ નહિ બચે..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Blog by Bhavna Bhatt : 111218497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now