વધારે કદી ને કદી કમ મળ્યા છે,
મને જિંદગીમાં સદા ગમ મળ્યા છે.
ખુશીના વહ્યાં ને વહ્યાં દુઃખનાએ,
મને આંસુઓ કેટલા સમ મળ્યા છે
રહે રોજ વાતાવરણ ભેજ વાળું,
હૃદયમાં જખમ સૌ હજી નમ મળ્યા છે.
નહીં નામ લઉં હું હવે હોઠ પર પણ,
નહીં નામ લેવા ઉપર સમ મળ્યા છે.
ફરી પાંચ લઈ શેર આવી ગઝલ આ,
કલમને શું શબ્દ કમ મળ્યા છે?