વાત દુનિયામાં મારી થઈ રહી છે,
મતલબ એ નથી કે સાચી થઈ રહી છે.
એટલો દુર્જન પણ નથી તેમ છતાં,
તે પીઠ પાછળ મારી થઈ રહી છે.
લાભ છે મારી પાસે સ્વાર્થનો એમના
ત્યાં સુધી જ વાત મારી સારી થઈ રહી છે.
બોલ્યા પછી છેક સુધી ઊભો રહું સાથે,
વાત દુનિયાદારીની મારી થઈ રહી છે.
દોસ્ત શબ્દમાં જ બે જણાં છે બે,
વાત ક્યાં મારા એકલાની થઈ રહી છે.
સજ્જનોને વધુ દુઃખ પડે છે દુર્જનો કરતા,
પ્રભુ વાત આ તારા ન્યાયની થઈ રહી છે.
આંખો બંધ કરું ને દેખાય મારો જ ચહેરો સામે,
પ્રભુ શું વાત આ 'અહમ્ બ્રહ્માસ્મિ' ની થઈ રહી છે?
- નિશાન