જાત ઉવેખી નાખી મનવા,
જાત ઉવેખી નાખી,
તોય જ્ઞાનગીતા આઘી મનવા...
એક ઠોકર ખાધીને,
ધરાતલ દિલની જાગી, મનવા...
સંભારણું યાદોનું કરીને,
તાપણે આગ ચાંપી, મનવા...
સમયને માત આપીને,
લકીરો બદલી નાખી, મનવા...
સ્વાર્થના કાન પકડીને,
માનવતા ભૂંસી નાખી, મનવા...
મેલ મનનો ન ઓળખીને,
ગંગા ડહોળી નાખી મનવા...
જાત ઉવેખી નાખી મનવા,
તે તો જાત ઉવેખી નાખી...