પ્રકૃતિ કહેવા લાગી
રે રે! માનવ
તારી શું વિસાત છે..??!
કુદરત સામે સવાલો કરી ને ઉભો છે..!!!
સમૃદ્ધિ ના જોરે સંબંધો ખરીદવા ચાલતો થયો છે,
ખબર તને તું માનવતા ગુમાવતો જાય છે દિન પ્રતિદિન..
ખરીદવા માં ને ખરીદવા પ્રેમ ને તને એટલું પણ ભાન ના રહ્યું કે તું લાગણી ને ગીરવે મૂકી જાણ્યો..!
નફરત ના વ્યાજને તું વધારતો જ ગયો વધારતો જ ગયો
ને એક દિવસ ખુદ ના જીવ ની જ નિલામી કરી બેઠો..!
વિશ્વાસ ની ઝૂંપડી માં રહ્યો હોત
તો પ્રેમ નો પ્રાસાદ બની જાત..
સ્પંદનો ના મણકે પરોવાતો ગયો હોત
તો વ્હાલરૂપી સેતુ સર્જી જાણ્યો હોત..!
ને કુદરત ના સવાલો ના જવાબ અંતરાત્મા મા જ શોધી કાઢ્યો હોત..!
-Hina modha.