સપનું મેં વાવ્યું એનું શું?
ફળ એક ન લાગ્યું એનું શું!
ઘરમાં મેં પાળ્યું 'તું...જેને
એણે મુખ ચાટ્યું એનું શું?
કાપડ ફાટે તો ટાંકી લઉં
પણ હૈયું ફાટ્યું એનું શું?
સાચું શું છે? ભાન કરાવ્યું
પણ...ખોટું લાગ્યું એનું શું?
મેં તો...સીધી વાત કરી'તી
અવળું તે બાફ્યું એનું શું?
#twitter