નવા_ દુઃખો૧૧#સીઝન૨
આ મારે મારાં દુઃખો નું કરવું શું હેં? એની ગાંસડી બાંધી ને પ્યાલા બ..રણી... ય ય ય ય ય ય ...કરી ને રસ્તા પર સસ્તામાં વેચી દેવાય ? પણ આપણી અમીર પ્રજા આવું સસ્તું કંઇ લેશે હેં ?.. એમ વિચારતી હું સ્કૂટર પર જતી હતી ત્યાં જૂનો ને જાણીતો વાઘ દેખાયો. એના પંજા માં કંઇક લઇ ને મચડતો હતો.
મેં તરત સ્કૂટર રોકી ને એની પાસે જઈ ને કહ્યું, હાય ! એણે ઉપર નજર નાખ્યાં વગર મોળું હાય કહ્યું . મેં કહ્યું ક્યાં ખોવાઈ ગયો આટલા દિવસ થી ? ક્યાં જતો રહેલો ? મેં કેટલો મીસ કર્યો તને ? મજા માં તો છે ને ? મને કહે , બસ બસ , ખોટાં ચોંચલાં રહેવા દે. માણસ વેડા બંદ કર. એટલી યાદ આવી તો એટલા દિવસ મને કેમ ના શોધ્યો ? એને મેં મોબાઇલ રમતાં ડિસ્ટર્બ કર્યો, એને ના ગમ્યું.
મેં કહ્યું ગુસ્સે કેમ થાય છે ? શું કરે છે અત્યારે ? તો કહે કે પબ જી ! અરર, તું ક્યાં મોબાઈલ અને ગેમ ના રવાડે ચડ્યો ? તારી ડોકી વાંકી થશે, આંખો ફૂટી જશે , સમય ની બરબાદી થશે, કામ ધંધા રઝળી પડશે.. કરડાકી ભર્યા અવાજે એણે મને કહ્યું કે મને કેન્ડી ક્રશ માં લાઈફ આપો, નહીં તો ચાલ્યા જાવ..મારે ગયા વગર છૂટકો હતો ?
દુઃખ અે વાત નું છે કે ઓનલાઇન રમી રમી ને આને આગળ જતા ચશ્મા આવશે ત્યારે મારે એને સ્કૂટર પર બેસાડી ને આંખ ના ડોકટર પાસે લઈ જવાનો.. ક્યો ડોકટર એને ચેક કરવા તૈયાર થશે અને આવડો આ ક્યાં મારા સ્કૂટર પર સમાશે ? !!