હું
કોણ છું હું?
શોધું છું મુજને...
કયારેક રાત્રીના 'અંધકાર ' માં
તો કયારેક દિવસ ના પડછાયામાં શોધતી મુજને..
પોતાનાઓની લાગણીમાં
માનમાં,સન્માન માં શોધતી મુજને..
બાળકોના હાસ્ય માં, તો તેમના 'નિર્દોષ ' "પ્રેમ " માં
તોફાનો માં,તેઓના રુદન માં શોધતી મુજને....
દરેક ની ઇચ્છા ઓમાં ,વ્યવહાર માં
શબ્દો માં,ફરજમાં શોધતી મુજને...
હારી,થાકી, અહીં તહી ભટકતી
"સપનાઓ " માં રાચતી શોધતી મુજને...
દિલ ના ખૂણામાં,ઉંડાણમાં એક" નાના અમથા"
ખૂણામાં લપાઇ ને બેઠેલી મલી ગઇ "હું" મુજને
હેમાંગી