આજ ન્યૂઝ પેપરમાં એક ઉત્તરપ્રદેશ નો કિસ્સો વાંચ્યો...
એક વિધાયક ની પુત્રી એ તેના પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા...
અને એક પોલીસ ફરિયાદ કરી કે તેના પિતા થી તેની જીવ ને ખતરો છે...માટે પોલીસ સહાય કરે..
ખરેખર આ ઘટના એ મને અંદર થી વિચલિત કરી દીધો.
મારા મનમાં કેટલાક સવાલો એ જન્મ લીધો...
કદાચ ઘણા સવાલો જવાબ મારી પાસે ના હતા...જેમાંથી કેટલાક તમને શેર કરી રહ્યો છું..
શું એક યુવતી ને પોતાની પસંદ નો અધિકાર નથી ??
શું એક પિતા જીવનભર પિતા હોવાની ફરજ નિભાવે તો શું સંતાન ની જવાબદારી નથી કે તે સંતાન હોવાની ફરજ નિભાવે ???
ફક્ત સંતાનો ના સપનાઓ ની જ કિંમત છે??
શું એક પિતા ના સપના ની કોઈ કિંમત નથી ??
શું ખરેખર એક પિતા પોતાના સંતાન ની હત્યા કરી શકે???
એ જ સંતાન જેને દુનિયા ની દરેક દુઃખો થી જેણે બચાવ્યું છે???
શું કોઈ વ્યક્તિ સાચો પ્રેમ ફક્ત એકાદ દિવસ માં કરી નાખે ???
તો એ માતાપિતા એ 25 વર્ષ સુધી કરેલ પ્રેમ ની કોઈ કિંમત નથી ??
શું ફક્ત પ્રેમ હોવાના કારણે કોઈ સબંધ ટકી શકે ???
વાસ્તવિકતા શાયદ મારા વિચારો થી ઉલટ પણ હોય...
જો કોઈ પાસે યોગ્ય જવાબ હોય તો મોકલવા વિનંતી છે..
?????